Sunday, December 29, 2024
HomeGujaratમોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબીમાં રાત્રી કર્ફ્યુ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબીમાં ૦૭/૦૪ થી ૩૦/૦૪

- Advertisement -
- Advertisement -

સુધી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કર્ફ્યુ

કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ હાલની પરિસ્થિતિને અનુસંધાને રાજ્ય સરકારના નિર્ણય અનુસાર મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા સરકારની ગાઈડલાઈનને અનુસરવા મોરબી શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા તા.૦૭/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૮:૦૦ કલાક થી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહે તે અંગેનું જાહેરનામું પાડ્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૦/૦૪/૨૦૨૧ થી લગ્ન / સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યક્તીઓ એકઠા કરી શકશે નહીં. આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે.

મોરબી શહેર વિસ્તારમાં કરફ્યુના સમયના કલાકો દરમિયાન લગ્ન સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં. મોરબી માં તા.૦૭/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મોરબીમાં કોઈ પણ ગેધરિંગમાં ૫૦ થી વધુ વ્યક્તીઓ એકત્ર થઈ શકશે નહીં , આ ગેધરિંગ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે. મોરબી જિલ્લાની તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (એ.પી.એમ.સી.) પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી તમામ કચેરીઓ તમામ શનિવાર-રવિવાર બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. કેન્દ્રીય મંત્રાલયો/ રાજ્ય સરકારના મંત્રાલયોના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનું અમલીકરણ તમામે કરવાનું રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!