Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીના એલ.ઇ.કોલેજ પાસે સોનાના ચેનની ચિલઝડપ કરનાર બેલડી ઝડપાઇ

મોરબીના એલ.ઇ.કોલેજ પાસે સોનાના ચેનની ચિલઝડપ કરનાર બેલડી ઝડપાઇ

મોરબીમાં બે દિવસ પહેલા સામાકાંઠે આવેલ એલ.ઇ.કોલેજ પાસેથી ગોડાઉન થી ઘરે આવતા સમયે વેપારીના બાઇક આડું બુલેટ રાખી બે શખ્સોએ સોનાના ચેનની ચિલઝડપ કરી નાસી છૂટ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જે બાબતે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડવા પોલીસ સ્ટાફ કાર્યરત હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આ ચિલઝડપ કરનારા આરોપીઓ ગુનામાં વપરાયેલ બુલેટ બાઇક સાથે લાલપર પાસેથી નિકડવાના છે જેથી પોલીસે વોચ ગોઠવીને બન્ને આરોપી તુફેલભાઈ હમીદભાઈ કચ્છી (ઉ.વ.૨૧ રહે.મેમણ શેરી ગ્રીન ચોક મોરબી) અને શબિર રફીકભાઇ કુરેશી (ઉ.વ.૨૨ રહે.મદીના મસ્જિદ પાસે મકરાણી વાસ મોરબી) ને અટકાવીને તલાશી લેતા ચિલઝડપ કરેલ ચેન તેમની પાસેથી મળી આવ્યો હતો જેથી પોલીસે ચિલઝડપ થયેલ સોનાનો ચેન કી. રૂ.૩૫,૦૦૦ ,રોયલ એનફિલ્ડ બુલેટ કી. રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૩૫,૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!