Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના ઘુટુ ગામ પાસે મિત્રોએ મસ્તીમાં એર કમ્પરેશનની નળી ભરાવી દેતા એક...

મોરબીના ઘુટુ ગામ પાસે મિત્રોએ મસ્તીમાં એર કમ્પરેશનની નળી ભરાવી દેતા એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત

મોરબીમાં બે મિનિટની મસ્તીમાં યુવકનો જીવ જતા જરાકથી બચ્યો છે. જેમાં મસ્તી રહેલ ત્રણ યુવકોને તેમની મસ્તી ભારે પડી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઘુટુ ગામની સીમમાં એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાની ગેલેઝ લાઇન વિભાગમા લગધીરપુર કેનાલ રોડ એન્ટીક વિટ્રીફાઇડ એલ.એલ.પી સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા રહેતા મનોજભાઇ અને મેહુલભાઇ તેના મિત્ર કાનુભાઈ સાથે કામ કરતા હતા. ત્યારે સીરામીકના કારખાનાની ગેલેઝલાઇન ઉપર આવેલ એર કમ્પરેશનની હવાની નળી ચાલુ હોય તેવુ જાણવા છતા મસ્તી કરતા કરતા ચાલુ એરની નળી કાનુભાઈના ગુદાના ભાગે ભરાવતા પેટમા હવા ભરાય જતા પેટના અંદર આતરડાઓના ભાગે ઇજા પહોંચતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જયારે સમગ્ર મામલે ભોગ બનનાર કાનુભાઈના મોટા ભાઈ અજયભાઇ કુશનુભાઇ ગોપએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મેહુલભાઈ રબારી અને મનોજભાઇ નામના બે ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી મોરબી તાલુકા પોલીસે આઇપીસી ૩૦૮,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!