Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં લાલપર ગામે પતિના વીમાના રૂપીયા આપવાનો ઇન્કાર કરતા પરિણીતાને સાસરિયાઓએ...

વાંકાનેર તાલુકાનાં લાલપર ગામે પતિના વીમાના રૂપીયા આપવાનો ઇન્કાર કરતા પરિણીતાને સાસરિયાઓએ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ  

વાંકાનેરમાં પતિના અકસ્માતમાં મૃત્યુ બાદ આવેલી વિમાની રકમ આપવાનો ઇન્કાર કરતા પરિણીતાને સાસરિયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ સાસરિયા પરિવારના ચાર સભ્યો સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના મહિકા ગામે રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતા દક્ષાબેન અવચરભાઇ બાણોધરા (ઉ.વ ૩૫) એ તેમના સાસરિયા પરિવારના રમેશભાઇ શામજીભાઇ બાણોધરા, જયાબેન ભીમજીભાઇ બાણોધરા, રંજનબેન રમેશભાઇ બાણોધરા, મીરાબેન અવચરભાઇ બાણોધરા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી પ્રાથમિક શીક્ષક તરીકે નોકરી કરતા હોય અને ફરિયાદીના પતિનુ દોઢેક વર્ષ પહેલા વાહન અકસ્માતમા મૃત્યુ થતા તેઓના વીમાના રૂપીયા આવ્યા હતા.આ રૂપીયા આરોપીઓએ ફરિયાદી પાસે માગતા ફરિયાદીએ પોતાના પતિના વીમાના રૂપીયા આરોપીઓને આપવાનો ઇન્કાર કર્યો હતો.આથી આરોપીઓ ફરિયાદીને પોતાના પતિના મકાનમા રહેવા દેતા ન હોય ફરિયાદી પોતાના પીયરમા રહેતા હોય ત્યાંથી સાહેદો સાથે પોતાના પતિના મકાને જતા આરોપીઓએ ફરિયાદીને પોતાના પતિના મકાનમા જતા રોકી જેમફાવે ગાળો આપી જતા રહેવાનુ કહ્યું હતું.પણ ફરિયાદીએ આ મકાન પોતાના પતિનુ છે અને પોતે અહિ જ રહેશે એવુ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકા લઇ આ કામના ફરિયાદી તથા સાહેદ પાછળ દોડી આરોપીઓએ આ કામના ફરિયાદીને જમણા પગમા તથા સાહેદ જાગૃતિબેનને બન્ને પગમા લાકડાના ધોકાનો માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર સીટી પોલીસે મારામારીના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!