મોરબીમાં ભાજપના પોલીંગ એજન્ટ સામે ફરિયાદ તથા અન્ય ત્રણ સામે મોબાઈલમાં વિડીયો બનાવવાની પ્રી સાઈડીંગ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી
મોરબીમાં પેટા ચૂંટણીના મતદાન સમયે ભાજપના પોલીંગ એજન્ટ દ્વારા ભાજપની પત્રિકા દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો જે મામલે વિડીયો વાયરલ થયા બાદ બબાલ સર્જાઈ હતી તો પ્રી સાઈડીંગ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે જયારે અન્ય એક ફરિયાદમાં ત્રણ ઈસમો સામે મોબાઈલમાં વિડીયો બનાવવા મામલે ફરિયાદ કરવામાં આવી છે
મોરબીના મતદાન મથક નંબર ૨૦૬ બોયઝ હાઈસ્કૂલ ખાતે ફરજમાં તૈનાત પ્રી સાઈડીંગ ઓફિસર બાબુભાઈ વઘાસીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ભાજપના પોલીંગ એજન્ટ ભાવિન વિજયભાઈ સોલંકીએ મતદાન મથક અંદર ચોરી છુપે ભાજપ પેમ્પ્લેટ લાવીને ઉમેદવારનો પ્રચાર કરતા હોય જે મામલે એ ડીવીઝન પોલીસે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જયારે પ્રી સાઈડીંગ ઓફિસર બાબુભાઈ વઘાસીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ત્રણ અજાણ્યા ઈસમો મતદાન મથકમાં મંજુરી વગર આવી એજન્ટ તરીકે ઓળખ આપીને અંદર પ્રવેશ કર્યો હતો અને આરોપીઓએ મોબાઈલમાં વિડીયો બનાવ્યા હતા જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે