Thursday, December 26, 2024
HomeGujaratમાળીયામાં માનસિક અસ્થિર પીડિતા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી દીધાની પોલિસ ફરિયાદ...

માળીયામાં માનસિક અસ્થિર પીડિતા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી કરી દીધાની પોલિસ ફરિયાદ નોંધાઈ 

પીડિતાના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા નરાધમ સામે માળીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

- Advertisement -
- Advertisement -

માળીયામાં એક મનોવિકલાંગ પીડિતા ઉપર અજાણ્યા નરાધમે દુષ્કર્મ ગુજારીને તેણીને ગર્ભવતી કરી દીધાનો મામલો બહાર આવતા આ ધુણાસ્પદ ઘટનાથી સમગ્ર સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી ગયું છે. આ બનાવ અંગે પીડિતાના ભાઈએ નરાધમ સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ધૃણાસ્પદ બનાવથી સમગ્ર સમાજમાં આરોપી ઉપર ફિટકારની લાગણી વરસી છે.

આ બનાવની માળીયા (મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માળીયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી માનસીક રીતે અસંતુલીત પીડિતાને અજાણ્યા શખ્સે હવસનો શિકાર બનાવી હતી અને આ પીડિતાની નબળી માનસિક સ્થિતિનો લાભ લઈને અજાણ્યા શખ્સે આ બળજબરીથી અવારનવાર તેની સાથે શારીરીક સબંધ બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી ફરિયાદીની બહેન ને સાડા પાચ-છ મહિનાનો ગર્ભ રાખી દીધો હતો. આ બનાવ પહેલા સાડા પાચ છ મહિના અગાઉનો છે.

પણ ફરિયાદ મોડી થવા અંગે માળીયા પોલીસે જણાવ્યું હતું કે ફરીયાદીની બહેન માનસીક રીતે અસતુલીત હોય અને આ બાબતે પુછતા તે કાઈ જણાવતી ન હોય અને સમાજમા આબરૂ જવાની બીકે ફરીયાદ કરવી કે નહી તે બાબતે અસમંજમાં હતા. જેથી, આજદિન સુધી ફરીયાદ કરવા આવેલ ન હતા પરંતુ ગામના વડીલ અને સગા સબંધીઓએ બનેલ બનાવની ગંભીરતા સમજાવી ફરીયાદ કરવાનુ જણાવતા અંતે પીડિતાના ભાઈએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!