વાંકાનેરના ગ્રામ્ય પંથકમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ થયાની ભોગ બનનારના ભાઈએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેરના ગ્રામ્ય પંથકમાં રહીને મજુરી કરતા પરિવારની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનારના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સગીર વયની બહેનને અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે સગીરા અપહરણ અંગે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે