મોરબીમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પીપળી રોડ અને ખોખરા રોડની મુલાકાત લઈ રોડના કામો અંગે ચર્ચા કરી હતી. તેમજ જે-તે જવાબદાર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી જેમાં ગઈકાલે મોરબી-માળીયા (મી.)ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પીપળી રોડ અને ખોખરા રોડની મુલાકાત લઈ આગેવાનો સાથે રસ્તા અને ટ્રાફિક બાબતે ચર્ચા કરી હતી. ખોખરા રોડનું અધૂરું કામ તાકીદે પૂરું કરવા, જેતપર રોડનું રીપેરીંગ તાત્કાલિક કરવા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આ તમામ કામો તાત્કાલિક પૂરા કરવા જણાવ્યું હતું.