Thursday, December 26, 2024
HomeNewsMorbiભરતવન નજીક થયેલ અકસ્માતમાં ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરતવન નજીક થયેલ અકસ્માતમાં ટ્રકચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીના ભરતનગર નજીક ભરતવન સામે બાઈક અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇકચાલકનું મોત થયું હતું. આ અકસ્માતના બનાવમાં ટ્રકચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

ગત તા. 21ના રોજ સાંજના 4-30 વાગ્યા આસપાસ ભરતનગરમાં ભરતવનની સામે રોડના બે ડીવાઇડરની કટની વચ્ચેની જગ્યામાં ટ્રક નંબર-જી.જે.-૧૨-બી.વાય-૬૩૭૯ના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવી નરેશભાઇ ચોંડાભાઇ ઝંઝવાડીયા (ઉ.વ. 27, રહેવાસી નવા સાદુળકા, તા.જી. મોરબી)ને તેના સ્પ્લેન્ડર રજી. નં. જી.જે.૦૩-એફ.જે.-૭૩૨૯ સહીત હડફેતે લીધો હતો. આથી, નરેશભાઇ રોડ પર પડી ગયા હતા. અને તેના શરીરનો છાતીનો, પેટનો તથા કમરનો ભાગ કચડાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચવાથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતક નરેશભાઇના બનેવી ભરતભાઇ સનુરાએ ટ્રકચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ટ્રકચાલકને પકડી પાડવા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!