Thursday, April 25, 2024
HomeNewsWakanerવાંકાનેરમાં શેરીમાં પાણી ઢોળવા નજીવી બાબતે યુવતી પર પાડોશી મહિલા એ છરી...

વાંકાનેરમાં શેરીમાં પાણી ઢોળવા નજીવી બાબતે યુવતી પર પાડોશી મહિલા એ છરી વડે હુમલો કર્યો

વાંકાનેરમાં શેરીમાં પાણી ઢોળવા જેવી નજીવી બાબતે પાડોશીઓ બાખડી પડ્યા હતા. જેમાં યુવતી પર પાડોશી મહિલાએ છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવતીએ પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના હસનપર રહેતી અને હાલ અભ્યાસ કરતી સબીસ્તાબેન અમીભાઈ શેરશીયા (ઉ.વ ૧૯) નામની યુવતીએ તેમના પાડોશમાં રહેતા રૂકસાનબેન ઈમરાનભાઈ બેલીમ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૨ ના રોજ ફરીયાદીની બાજુમા રહેતા આરોપીએ શેરીમા પાણી ઢોળતા ફરીયાદીએ પાણી ઢોળવાની ના પાડતા, તે બાબતે આરોપીએ ફરીયાદી તેમજ સાહેદને ગાળો આપી આરોપીએ ફરીયાદીને છરી વતી જમણા ગાલે તેમજ જમણા હાથની આંગળીમા સામાન્ય ઈજા પહોચાડી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!