મોરબીના સાવસર પ્લોટ પર આવેલ આયુષ હોસ્પીટલ નીચે નીતીનભાઇ રમેશભાઇ જાદવ (ઉ.વ.૨૩ રહે.સજનપર તા.ટંકારા)એ પોતાનું યામાહા FZ-16 મોટર સાયકલ નં.GJ-25-E7488 પાર્ક કર્યું હતું જેને નિશાન બનાવી આશરે કિ.રૂ.૪૦૦૦૦ ની કિંમતનું આ બાઈક અજાણ્યો ઈસમ ચોરી કરી હંકારી ગયો હતો.જે અંગે નીતીનભાઇ જાદવને જાણ થતા તેઓએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં અજાણ્યાં ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે સીસીટીવી તપાસવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યું છે.
બાઈક ચોરીના વધુ એક બનાવની જાણવા મળતી વિગત અનુસાર પરેશભાઇ મહેન્દ્રભાઇ છત્રોલા (ઉ.વ.૪૫ રહે.મોરબી રવાપર રોડ વિજયનગર -૧ સોસાયટી ગાયત્રીચોકની બાજુમાં)એ ગત તા.૧૩/૪/૨૦૨૨ ના રોજ પોતાના ઘર પાસે બાઈક પાર્ક કર્યું હતું જે હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-3-RR-3270 તથા સાહેદ દીક્ષીતભાઇ શંકરભાઇનુ હોન્ડા સાઇન મોટર સાયકલ નં.GJ-03-FR-3061 ની ચોરી કરી લઇ ગયો હતો. જે અંગે પરેશભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબીમાં આઇપીએલ ઉપર સટ્ટો રમતો વધુ એક શખ્સ પકડાયો
મોરબીમાં આવેલ જી.આઈ.ડી.સી.પાસેના રામનાથ પાન નજીક ક્રિકેટ મેચ ઉપર એક ઈસમ સટ્ટો લેતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી આ રેઇડ દરમિયાન લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ પંજાબ તથા સનરાઇઝ વચ્ચેની ક્રિકેટ મેચ નિહાળી મહેશભાઇ સવજીભાઇ પનારા (ઉ.વ.૪૨ રહે.મોરબી ચિત્રકુટ સોસાયટી શેરી નં.૩ જી.આઇ.ડી.સી પાછળ ચમનભાઇના મકાનમાં મુળ રહે.રામગઢ કોયલી) નામનો શખ્સ આરોપી નીશીતભાઈ હીમતભાઈ (રહે અમદાવાદ) સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમતો ઝડપાયો હતો જેને પગલે પોલીસે રોકડા રૂ.૮૫૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦ સહિત કુલ રૂ.૫૮૫૦ના મુદામાલ સાથે પકડી પડ્યો હતો આ દરમિયાન આરોપી નીશીત હાજર ન મળતા પોલીસે તેને ફરારી દર્શાવી કાર્યવાહી હાથ ધરી છે.