મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગાયત્રીનગર સોસાયટી ખાતે રહેતા ૨૨ વર્ષીય મહિલાને બે એક માસની પ્રેગ્નન્સી હોય રૂપીયાની જરૂરત પડતા પોતાના ઓળખીતા મારફતે ઉજીવન બેંકમાંથી રૂ ૫૫,૦૦૦/- રૂપિયાની ગૃપલોન આજથી બે મહિના પહેલા લીધેલ હોય જે બાદ પ્રથમ માસનો રૂ. ૩,૮૦૦/- નો હપ્તો ભરી દીધેલ હોય તેમજ ચાલુ મહિનાનો હપ્તો આર્થિક સંકડામણને કારણે ભરી ન શકતા ઉજીવન બેંકવાળા હપ્તાની અવાર નવાર ઉઘરાણી કરતા મનમાં લાગી આવતા બાથરૂમ સાફ કરવાનું એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વાવડી રોડ, બાપા સીતારામ ચોક પાસે ગાયત્રીનગર સોસાયટી ખાતે રહેતા અને ઘરકામ કરતા ૨૨ વર્ષીય ચેતનીકાબેન નીલેશભાઇ ચૌહાણને બે માસની પ્રેગ્નન્સી હોય રૂપીયાની જરૂરત પડતા પોતાના ઓળખીતા મોરબીના રણછોડનગર વાળા મનીષાબેન મારફત મોરબી શનાળા રોડ મહાવિર ફરસાણ પાસે આવેલ ઉજીવન બેંકમાંથી રૂ ૫૫,૦૦૦/- રૂપિયાની ગૃપલોન આજથી બે મહિના પહેલા લીધેલ હોય જે લોનના રૂ. ૩૮૦૦/- ના બે વર્ષમા ૨૪ હપ્તા ભરવાના હોય આ કામે જાહેર કરનારે લોન લીધા બાદ પ્રથમ માસનો હપ્તો રૂ. ૩૮૦૦/- નો હપ્તો ભરી દીધેલ હોય તેમજ ચાલુ મહિનાનો હપ્તો જાહેર કરનાર આર્થિક સંકડામણને કારણે ભરી શકેલ ન હોય, ઉજીવન બેંકવાળા હપ્તાની ઉઘરાણી કરતા હોય તેમજ હપ્તાની રકમ રેગ્યુલર ભરો અથવા લોન પુરી કરી આપો તેવુ કહી લોનના હપ્તાની અવાર નવાર ઉઘરાણી કરતા હોય જે આ કામના જાહેર કરનાર ચેતનીકાબેનને મનમા લાગી આવતા પોતાના ઘરે એકલા હતા ત્યારે સંડાસ બાથરૂમ સાફ કરવાના એસીડની બોટલમાંથી એસીડના એક બે ઘુંટડા પી લેતા એસીડની અસર થતાનો બનાવ બનતા બનતા પ્રાથમિક તપાસ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.