મોરબીની સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કાચા કામના કેદીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા એસપીની સુચનાથી પેરોલ ફર્લો, વચગાળા અને પોલીસ જાપ્તાના ફરાર આરોપીને ઝડપી લેવા ટીમ કાર્યરત હોય દરમિયાન મોરબી સબ જેલના કાચા કામના કેદી અશ્વિન હસમુખભાઈ પરમાર (ઉ.વ.૧૯) રહે હળવદ વાળા તા. ૧૭-૦૫-૨૧ થી તા ૧૮-૦૮-૨૦૨૧ સુધીના વચગાળાના જામીન પરથી જેલમુક્ત કરવામાં આવેલ હોય જે કેદીને તા. ૧૮-૦૮ ના રોજ સબ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર ના થયો હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે હળવદ બસ સ્ટેશન પાસેથી ઝડપી લઈને મોરબી સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, પોલાભાઈ ખાંભરા,સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી