Friday, May 10, 2024
HomeGujaratવિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનનાં અઘ્યક્ષ ડો. આનંદ ચૌહાણ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ગ્રાહકના અધિકાર દિવસ નિમિતે ગ્રાહકના અધિકાર માટેના નિયમો જાણવા જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના અધ્યક્ષ ડૉ. આનંદ ચૌહાણ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કર્યા બાદ કાયદા ભવનના અધ્યક્ષ દ્વારા મહેમાનોનું સ્વાતત પ્રવચન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમની રૂપરેખા પ્રોફેસર ડૉ. બી.જી.મણિયાર દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં ગ્રાહક અધિકાર વિશે ગ્રાહકોના હિતમાં વકિલોના પ્રદાન વિશે વાત કરી હતી. તેમજ કાયદો અમલમાં આવેલ ન હોય કે જાણતા ન હોય એટલે કે કાયદામાં જેમ પ્રાણ પ્રતિષ્ઠા ન હોય ત્યા સુધી તેનો અમલ થતો નથી, તે જ રીતે ગ્રાહકોમાં જાગૃતતા નહી હોય તો ગ્રાહક અધિકારોનો અમલ થઈ શકશે નહી તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ABGP ના રાજકોટ મહાનગર સચિવ એડવોકેટ અતુલભાઈ જોશી દ્વારા પોતાના પ્રવચનમાં ABGP ની શરૂઆત તેનો હેતું અને તેના કાર્યોથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમણે ગ્રાહક કાયદા વ્યવહારની ઉપયોગિતા વિશે લોક જાગૃતતાની વાત રજૂ કરી હતી. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ABGP ના રાષ્ટ્રીય સહ સચિવ નેહાતાઇજી જોશી, પોતાના પ્રવચનમાં સુજાણ ગ્રાહક વિશે સમજુતી આપી હતી, તેમણે શોષણ મુક્ત ગ્રાહક વિશે ચર્ચા કરી હતી. તેમજ પછાત અને ગરીબ વિસ્તારમાં ગ્રાહક અધિકારોની જાગૃતતા વિશે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવા અંગે સુચન કર્યું હતું. જે કાર્યક્રમમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ABGP ના રાષ્ટ્રીય સહ સચિવ નેહાતાઇજી જોશી, રાજકોટ મહાનગર સચિવ અતુલભાઈ જોશી, પ્રાંત સભ્ય ભરતભાઇ કોરાટ, રાજકોટ મહાનગર સંગઠન મંત્રી અભયભાઇ શાહ તેમજ વરિષ્ઠ કાર્યકરો અને મહિલા કાર્યકરો સહિત કાયદા ભવનના ૬૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમનું આયોજન ભવનના અધ્યક્ષ ડૉ. આનંદ ચૌહાણની સલાહ મુજબ કાયદા ભવનના એલએલ.એમ. સેમેસ્ટર – ૨ ના વિદ્યાર્થીઓ પંડયા વૈષ્ણવીબેન, પીઠવા જય, મેઘાણી ધવલ, વસોયા જયેશ, કરદાણી રૂષીકેશ, સોજીત્રા જલ્પાબેન, હાંડા કાજલ, પરમાર ભાવેશ, સીદપરા ધારા, સરવૈયા નિધી, સંઘાણી જીલ અને ધાધલ યશપાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!