માળીયા મિયાણા ખાતે આવેલ ટેલીફોન એક્ષેન્જ પાછળ આરોપીના રહેણાક મકાનમાં માળીયા પોલીસે રેઇડ કરી જુદી જુદી બ્રાન્ડની 202 ઈંગ્લીશ દારૂની બોટલના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.
થર્ટી ફસ્ટની નાઈટ અને નવા વર્ષના આગમનને પગલે મોરબીમાં દારૂની રેલમછેલ અટકે તે માટે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા સૂચના અપાઈ હતી જેને પગલે મોરબી ડીવાયએસપી અતુલકુમાર બંસલ અને જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ માળીયા મિયાણા પોલીસ સ્ટાફ સતત કાર્યશીલ હતો આ દરમિયાન માળીયાના ટેલીફોન એક્ષેન્જ પાછળ આરોપીના રહેણાક મકાનમાં વિદેશી દારૂના જથ્થા અંગે પોલીસને બાતમી મળતા પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા સમીર ઇબ્રાહીમભાઇ કટીયાના મકાનમાંથી મેકડોવલ્સ નં. ૧ સુપરીયર વ્હીસ્કીની ૧૦૮ બોટલ કી.રૂ ૪૦,૫૦૦ તથા ૫૦/૫૦ બલ્યુ વ્હીસ્કીના ક્વાટરીયાની ૯૪ બોટલ કિંમત રૂ ૯૪૦૦ મળી કુલ ૪૯,૯૦૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી સમીરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન પીએસઆઈ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમાં, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.