મોરબીના પ્રતિબંધિત પ્લાસ્ટિકના વધતા ઉપયોગની રાવ ઉઠતા મોરબી પાલિકા દ્વારા તવાઈ બોલાવી છ દુકાનોમાંથી આશરે 70 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા, ગ્લાસનો જથ્થો જપ્ત કરી દંડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી પ્લાસ્ટિકના સબંધિત વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવાના ઉદેશથી ચેકીંગ હાથ ધરાયુ હતું આ દરમિયાન શહેરની ચામુંડા પ્લાસ્ટિક, રોયલ સેલ્સ, ભગવતી પ્લાસ્ટિક, પરેશ પ્લાસ્ટિક, અનિતા પ્લાસ્ટિક અને સોહમ પ્લાસ્ટિકમાંથી 50 માઇક્રોનથી નીચેના ઝબલા તેમજ ગ્લાસનો 70 કિલ્લો વજન નો જથ્થો ઝડપાયો હતો જેને પગલે પાલિકા દ્વારા 3 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.