Saturday, October 12, 2024
HomeGujaratમોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હોટલનાં કંપાઉન્ડ ખાતે મીની ટ્રકમાંથી બાયો...

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હોટલનાં કંપાઉન્ડ ખાતે મીની ટ્રકમાંથી બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે, શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે ટાટા-૪૦૭ ગાડીમાં લોખંડના ટાંકા માંથી બાયો ડીઝલનો જથ્થો ૨૫૦૦ લીટર કિ.રૂ. ૧,૭૫,૦૦૦/- તથા ગાડી, ટાંકો, ફયુલપંપ રોડક રકમ, મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૩,૫૮,૨૧૦/- નો મુદામાલ પકડી પાડતી મોરબી એલ.સી.બી.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાણની પ્રવૃતિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા પીઆઈ વી.બી.જાડેજાને સુચના આપતાં એલ.સી.બી. સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા તે દરમ્યાન પોલીસ કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર આવેલ શેરે પંજાબ હોટલના કમ્પાઉન્ડ ખાતે રેઇડ કરતા ટાટા-૪૦૭ ગાડી નં. GJ-02-U-9273 વાળીના ઠાઠામાં લોખંડનો ટાંકો ફીટ કરી તેની સાથે ફયુલપંપ નળીઓ લગાવી ગે.કા. રીતે બાયો ડીઝલનુ વેચાણ કરતા હોય જે રેઇડ દરમ્યાન ટાટા-૪૦૭ તથા બાયો ડીઝલ આશરે ૨૫૦૦ લીટર કિ.રૂ. ૧,૭૫,૦૦૦/- નો જથ્થો તથા ટાંકો, ફયુલપંપ ગાડી, મોબાઇલ ફોન નંગ-૦૧ તથા બાયો ડિઝલ વેચાણના રોકડા રૂ. ૩૦૦૦/- મળી કુલ રૂ. ૩,૫૮,૨૧૦/- નો મુદામાલ મળી આવતા સીઆર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ. ભરતભાઇ મિયાત્રા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, સતીષભાઇ કાંજીયા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!