Monday, January 27, 2025
HomeGujaratમોરબી તાલુકાના રંગપર ગામની સીમમાંથી દેશીદારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાંથી દેશીદારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ૩૫૦ લીટર દેશી દારૂ જપ્ત કરી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૫ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે બાતમીનાં આધારે દરોડો પાડી રંગપર ગામની સીમમાં સીયારામ સિરામીક બાજુમાં બાવળની કાંટ પાસે દેશીદારૂ ભરેલ પ્લાસ્ટિકના કુલ બાચકા નંગ ૧૦માં ૦૫ લીટરની ક્ષમતાલાળી કોથળીઓ નંગ ૭૯માં આશરે ૩૫૦ લીટર દેશી દારૂ (કિં.રૂ. ૭૦૦૦/-) નો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખ્યો હોય જે દેશીદારૂ જપ્ત કરી મોરબી તાલુકા પોલીસે આરોપીઓ સિકંદરભાઇ અબ્દુલભાઇ મંડલી, રણજીતસિંહ જીલુભા હાડા અને મહમદઅશરફ યુનુશભાઇ કોલ્હાપુરી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!