હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૧૮૦એમએલની ૯૬ નંગ બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળતા તેને ફરાર દર્શાવી આરોપીને પકડી પાડવા તપાસની તજવીજ હાથ ધરી છે.
હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણને મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના જુના દેવળીયાથી ચરાડવા જવાના રસ્તે
રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાની બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની શીલપેક નાની ૧૮૦એમએલની ૯૬ બોટલ કિ.રૂ.૯,૬૦૦/-ઝડપી લેવામાં આવી હતી દરોડા દરમિયાન આરોપી ફિરોજભાઈ ઈસાભાઈ સંધવાણી રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી. હાજર નહિ મળી આવતા તેની સામે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આ કેસના વોન્ટેડ આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.