Monday, November 25, 2024
HomeGujaratહળવદ નજીક ટ્રકમાં માટીની બોરીઓની આડમાં રાજસ્થાનથી મોરબી લઇ જવાતો વિદેશી દારૂ-બીયરનો...

હળવદ નજીક ટ્રકમાં માટીની બોરીઓની આડમાં રાજસ્થાનથી મોરબી લઇ જવાતો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી એલસીબી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલ બાતમીને આધારે હળવદ ટાઉનમાં મોરબી ચોકડી નજીકથી ટ્રકમાં માટીની બોરીઓની આડમાં મોરબી લઈ જવાતો વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ટ્રક ટ્રેઇલરમાં માટીની બોરીઓની નીચે બનાવેલ ચોરખાનામાંથી મોંઘીદાટ વિદેશી દારૂની ૭૨ બોટલ તથા બીયરના ૭૨ ટીન ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપી ટ્રક ચાલકની પ્રાથમિક પૂછતાછમાં મોરબીના મુસ્તાક નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ સ્ટાફ હળવદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે અમદાવાદ તરફથી આવતા ટ્રક ટ્રેઇલરમાં માટીની બોરીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી મોરબી લાઇ જવામાં આવનાર છે. જે મુજબની બાતમીને આધારે હલવાદની મોરબી ચોકડી નજીક ભારત પેટ્રોલ પંપ પાસે વોચમાં હોય તે દરમિયાન ટ્રક ટ્રેઇલર રજી. નં. આરજે-૨૭-જીબી-૨૫૩૯ ત્યાંથી પસાર થતા તેને રોકી તલાશી લેતા ટ્રક ટ્રેઇલરમાં માટીની બોરીઓ નીચે આવેલ ચોરખાના જેવું બનાવેલ ખાનામાંથી વિદેશી દારૂની મોંઘીદાટ જ્હોનીવોકર તથા સિગ્નેચર બ્રાન્ડની કુલ ૭૨ બોટલ કિ. રૂ. ૧.૦૬ લાખ તેમજ કિંગફિશર બીયરના ૭૨ ટીન કિ. રૂ.૭,૨૦૦/-એમ કુલ મળી રૂ.૧,૧૩,૨૦૦/- નો જથ્થો મળી આવતા આરોપી ટ્રક ટ્રેઇલરના ચાલક તખતસિંગ શંભુસિંગ ચુડાવત ઉવ.૪૭ રહે.માદરી દેવસ્થાન પોસ્ટ રાજસ્થાન વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ-બીયરનો જથ્થો, મોબાઇલ તથા ટ્રક ટ્રેઇલર મળી કુલ ૬,૧૮,૨૮૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસના દરોડામાં પકડાયેલ ટ્રક ચાલક આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂ-બીયર નો જથ્થો રાજસ્થાનની કોઈ દારૂની દુકાનેથી ખરીદ કરી મોરબીના મુસ્તાક નામના શખ્સને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે બંને આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધાવી ફરાર આરોપીને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!