મોરબીમાં વિદેશી દારૂનું વેચાણ શેરીએ ગલીએ થઈ રહ્યું છે. જેને લઈ સૌ કોઈ વાકેફ છે અને આનું સાચું મેપ પોલીસની એક બાદ એક થતી રેઇડ પરથી પણ મળી શકે છે. ત્યારે ગઈકાલે વાંકાનેર પોલીસની ટીમે વાંકાનેરમાં આવેલ એક વાડીના પડામાં છુપાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રડુસર ગામના જુના કાચા રસ્તે મકતાનપર ગામની પાધેળા તરીકે ઓળખાતી સીમમાં આવેલ, રણજીત શંકરભાઇ કોળીની કબ્જા ભોગવટાવાળી વાડી પડામાં સીંઘાભાઇ કરમશીભાઇ અબાસણીયા તથા રણજીતભાઇ શંકરભાઇ કોળી નામના શખ્સોએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ વિદેશી દારૂના જથ્થા અંગે વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા ભારતીય પરપ્રાંત બનાવટની ઇગ્લીશ દારુની મેક ડોવેલ્સ નં.-૧ કલેકશન વ્હિસ્કીની ૧પ બોટલો મળી આવતા પોલીસે બોટલોનો કુલ રૂ.૫,૬૨૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે આરોપીઓ સ્થળ પર મળી ન આવતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.