રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ.ઢોલને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમમાં સમય કલોકના બંધ કારખાનામાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયરના રૂ.૫૦,૪૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ના પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ તથા કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા, સંજયભાઇ રાઠોડ, ભરતસિંહ ડાભીને સંયુક્તમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમમાં આવેલ સમય કલોકના બંધ કારખાનામાં રેઇડ કરતા ગેરકાયદેસર રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ ભારતીય બનાવટનો મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૯૬ બોટલોનો રૂ.૩૬,૦૦૦/-નો તથા રૂ.૧૪,૪૦૦/-ની કિંમતના કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ૧૪૪ ટીન મળી કુલ રૂ.૫૦૪૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સ્થળ પરથી મળી આવેલ ટંકારાના ધુ્રવનગરના નિકુંજભાઇ વીરજીભાઇ રાજપરા તથા વીરપર ગામની સીમ સમયના બંધ કારખાનામાં રહેતા અને સિક્યુરિટીનું કામ કરતા મહેન્દ્રભાઇ ઉર્ફે લાલો ચંદુભાઇ કલાસવા નામના શખ્સ તથા ટંકારાના પોપટભાઇ ધારાભાઇ ભરવાડ નામના ફરાર શખ્સ વિરુધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.