Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના વિવિધ એસોસિએશન દ્વારા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના વિવિધ એસોસિએશન દ્વારા ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી સીરામીક તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસિએશન દ્વારા મોરબી જિલ્લાના ચાર તેમજ કાલાવડ ના એક મળી કુલ પાંચ ધારાસભ્યો નું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ઉદ્યોગ પતિ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ ની વિશેસ ઉપસ્થિતી રહી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે પદ્મશ્રી સાવજીભાઈ ધોળકીયા એ જણાવ્યું હતું કે હવે પાંચ વર્ષ સુધી તમામ ધારાસભ્યો ને ખૂબ મહેનત કરવાની છે અને આગામી સમય માં મંત્રી પદ માંગવું ન પડે તેવુ કામ કરવું જરૂરી બન્યું છે તેમજ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની દુરદર્શીતા ના પણ ભરપેટ વખાણ કર્યા હતા અને તેમની કાર્યશૈલી બાબતે પણ લોકોએ પ્રેરણા લેવી જોઈએ તેવું જણાવ્યું હતું.

તેમજ આ તકે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,હળવદ ના પ્રકાશભાઈ વરમોરા,વાંકાનેરના જીતુભાઇ સોમાણી તેમજ કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું અભૂતપૂર્વ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા તેમજ મોરબી જિલ્લાના વિવિધ એસોસિએશન ના હોદેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!