મોરબીનાં વધું એક વેપારીને ઠગ વિશ્વાસમાં લઈ પૈસા પડાવી ભાગી ગયાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં કારખાનું ધરાવતા ઈસમે મોરબીનાં વેપારી પાસેથી પી.વી.સી. પ્લાસ્ટીકની શીટ બનાવવાના પાવડર નો ઓર્ડર મેળવી એડવાન્સ લઈ બાદમાં માલ n પહોંચાડી અને પોતે પણ નાશી છુટતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં બગથળા આર.ડી.સી.બેન્ક વાળી શેરી ખાતે રહેતા અને ટેક્સા પ્લાસ્ટવુડ નામનું કારખાનુ ધરાવતા ગૌરવભાઇ ગોપાલભાઇ ઠોરીયા નામના વેપારી યુવકને રાજકોટ લોધીકા ઇન્ડસ્ટ્રીયલ રાવકી આર.એસ.એન. પ્લોટનં.૨૩ સબપ્લોટ નં.૨૩/૧ ખાતે હરી એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતા પરાગકુમાર માધાભાઇ ભંડેરી વિશ્વાસમા લઇ ફરીયાદી પાસેથી પી.વી.સી. પ્લાસ્ટીકની શીટ બનાવવાના પાવડર નો રૂ.૧૦,૩૮,૪૦૦/- નો ઓર્ડર મેળવી ઓર્ડર મુજબનો માલ ન મોકલી કે માલના પૈસા રીફંડ પણ ન કરી ફરીયાદી સાથે છેતરપીંડી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.