કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ ખાતે હળવદ રેન્જના ટીકર પાસે તાજેતરમાં જી.પી.એસ. લોકેશન ૨૩, ૨૪૭૭૯૧,૭૧,૦૬૦૯૮૪ ઉપર તાજેતરમાં કેટલાક માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઘુસપેઠ કરી હજારો એકર જમીનમાં દબાણો કરવામાં આવેલ છે આ દબાણખોરોના પાપે જીવ સૃષ્ટિને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું હોવા છતાં જવાબદાર તંત્રના અધિકારીઓ હાથ ધસી રહયા છે જેને લઈને દિશા નિર્દેશ સમિતિ ધ્રાગધ્રા વિધાનસભાના જીતેન્દ્રભાઈ રાઠોડ દ્વારા અગાઉ સ્થાનિક કક્ષાએ રજુઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં ન આવતા અભયારણ્ય ભવન ગાંધીનગર ખાતે રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ટિકર રણ વિસ્તારમાં કરાયેલ દબાણો રણ વિસ્તારની જૈવિક વન્ય સૃષ્ટિ માટે ભયજનક અને ખતરારૂપ છે ઘુડખર એ અભ્યારણ્ય વિભાગની સેન્ચુરીમાંથી આ દબાણો તાત્કાલિક અસરથી ખસેડવા અને આ દબાણ કર્તાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે. આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ જ પ્રકાર ની કાર્યવાહી હળવદ રેંજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી નથી. પરંપરાગત મીઠું પકવતા અગરીયાઓના નામ ધરી આ જમીનમાં દબાણખોરો ઘુસી ગયા છે હકીકતમાં જે વિસ્તારમાં કેપ્ચરિંગ કરવામાં આવ્યું છે તે હજારો એકરમાં છે, પરંપરાગત અગરિયાઓ માત્ર ૧૦ એકરમાં જ મીઠું પકવે છે આમ પરંપરાગત અગરિયાઓના નામે આર.એફ.ઓ પાયાવિહોણાં ઉડાઉ જવાબ આપે વધુમાં વ્યક્તિગત સ્વાર્થ માટે લોકોને ગેરમાર્ગે દોરે છે જેને લઈને સત્વરે ધુડખર અભયારણ્યમાં કબજો જમાવવાનો પ્રયત્ન કરી રહેલા ભૂમાફિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા આર.એફ.ઓ ઉપર ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી અંતમાં માંગ ઉઠાવી છે.
ઉલ્લેખનીય છે કે હળવદ રેન્જમાં સ્ટાફની ઘટ હોઈ ધ્રાંગધ્રા ફોરેસ્ટરને આર.એફ.ઓનો ચાર્જ આપવામાં આવ્યો છે, આ ચાર્જ આપ્યા બાદ અભ્યારણ્યમાં ગેરરીતિઓનો રાફડો ફાટયો હોય તેમ અચાનક વધારો આવ્યો જેથી ઇન્ચાર્જ આર.એફ.ઓના સ્થાને અન્ય પ્રમાણિક અધિકારીને આર.એફ.ઓ નો ચાર્જ સોંપવા અંગે પણ અંતમાં માંગ કરાઈ છે.