Thursday, January 2, 2025
HomeGujaratમોરબી ખાતે પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ...

મોરબી ખાતે પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી કલેકટર કચેરી ખાતે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.

- Advertisement -
- Advertisement -

આ બેઠકમાં પ્રભારી મંત્રી દેવાભાઈ માલમે જણાવ્યું હતુ કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કરી કામગીરીમાં કોઈ કચાસ ન રહે તે જોવા તાકીદ કરી તમામ વિભાગોને સંકલનમાં રહી કામગીરી કરવાના નિર્દેશો આપ્યા હતા.

મંત્રીની સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર અને નોડલ અધિકારી ડો. વારેવાડિયાએ જિલ્લાની પરિસ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું કે, કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લેબ કાર્યરત છે અને એન્ટીજન કીટનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ માટે આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહી છે. શહેરી વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથ લોકોના ઘરે જઇ સારવાર પુરી પાડે છે. કોરોનાની સારવાર માટે ઓક્સિજન બેડ, વેન્ટીલેટર બેડ સાથે તાલીમબધ્ધ તબીબો અને આરોગ્ય સ્ટાફ સજ્જ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં ઓક્સિજનની કમી ન વર્તાય તે માટે ઓક્સિજન રીફીલીંગ માટેની પુરતી વ્યવસ્થા કાર્યરત છે.

આ બેઠકમાં હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મિતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારીઓ ડી.એ.ઝાલા તેમજ શેરસીયા, મુખ્ય જિલ્લા અરોગ્ય અધિકારી જે.એમ.કતીરા, ડીસીએચ દુધરેજીયા, આરએમઓ સરડવા, જિલ્લા અયોજન અધિકારી બગીયા, જિલ્લા શિક્ષણાધિકારી સોલંકી, ડો.વારેવડીયા, ડૉ.કારોલીયા, મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર ગીરીશ શરૈયા સહિત જિલ્લાના વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!