રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર અને ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં મોરબી સીરામીક ઉદ્યોગકરો સાથે ગુરુવારના રોજ યોજાયેલ આ સેમીનાર માં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવી હતી તથા કારખાનામાં શ્રમયોગીઓની સુરક્ષા અને સલામતીમાં વધારો થાય અને કારખાનાઓમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે કારખાનાઓમાં સલામતી અને સુરક્ષા પ્રત્યે જાગૃતતા વધે આ હેતુ થી સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ દ્રારા શોર્ટ ફિલ્મ બતાવીને સાધનો તથા સેફ્ટી ટ્રેનર શૌલેન્દ્રસિંગ દ્રારા પ્રેક્ટિકલ કરીને આફત સમયે કઇ રીતે શ્રમયોગીને બચાવી શકાય તેની સમજુતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અલગ અલગ પાંખના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ,વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા,માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા તથા મોરબી ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર જે.એમ.દ્વિવેદી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુ.જે.રાવલ, અન્ય અધિકારીઓ પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.