હળવદ સ્મશાન પાસે આવેલ કુવામાં અવાર નવાર પ્રાણીઓ પાડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે આ કુવામાં એક છ ફૂટ લાંબા કોબ્રા પડ્યો હતો. જેનું સ્નેક કેચૅસ વોલિયન્ટર દ્વારા મહા મહેનતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ, હળવદનાં સ્મશાન પાસે નાગ અને નોળીયા વચ્ચે જબરજસ્ત લડાઈ હતી. જેમાં નોળિયો કોબ્રા સાપની પાછળ થતા કોબ્રા કુવામાં ખાબક્યો હતો. જે અંગેની જાણ ગ્રામજનો દ્વારા હળવદ નગરપાલિકાનાં એ.એસ.આઈ.ને કરવામાં આવી હતી. તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સ્નેક કેચૅસ વોલિયન્ટરને બોલાવી હતી. તેઓએ સ્થળ પર પહોંચી રેસ્કયુ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે કલાકની ભારે જહેમત બાદ સ્નેક કેચૅસ વોલિયન્ટરે કોબ્રા સાપને બહાર કાઢી સલામત સ્થળે મુક્ત કર્યા હતો. ત્યારે જીવના જોખમે સાપનું રેસ્કયુ કરનાર મુકુંદ મહેતા અને સત્યકામ આચૉય બે કલાકની ભારે જહેમત બાદ કોબ્રાને સહી સલામત બચાવી લેતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી.