Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં ડ્રગ્સ ઘુસાડે તે પેહલા જ ત્રણ યુવકોને અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સાણંદ...

મોરબીમાં ડ્રગ્સ ઘુસાડે તે પેહલા જ ત્રણ યુવકોને અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સાણંદ નજીકથી ઝડપી પાડ્યા

તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા ૧૧૨૫ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે વધુ ત્રણ મોરબીના યુવકો ડ્રગ્સ સાથે સાણંદ નજીક થી ઝડપાયા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં વિગત મુજબ મોરબીના ત્રણ યુવકો મહાવીર બારડ(રહે.ખત્રીવાડ દરબાર ગઢ મોરબી),કરણ પીઠડીયા(રહે ખાત્રીવાડ શેરી નં ૪ દરબારગઢ મોરબી) તેમજ મિતુલ આદ્રોજા (રહે.સ્વાગત ચોકડી રવાપર રોડ મોરબી) વાળાને ૧.૬૨ લાખના એમ ડી ડ્રગ્સ સાથે અમદાવાદ ગ્રામ્ય એસઓજી એ ઝડપી પાડ્યા છે જેની પ્રાથમીક પૂછપરછ માં આ ડ્રગ્સ તેઓ અમદાવાદ ના જુહાપુરા માંથી એક ઇસમ પાસેથી લઈ આવ્યા હતા અને ડ્રગ્સ લઈને મોરબી જતા હતા એવી કબુલાત આપી હતી.

જેથી હવે આ શખ્સો મોરબી માં ડ્રગ્સ ક્યાં કારણસર લઈ આવતા હતા જો વેચાણ અર્થે લઈ આવતા હતા તો અત્યાર સુધીમાં કોને કોને અને કેટલું ડ્રગ્સનું વેચાણ કર્યું છે તે હવે વધુ તપાસ બાદ જ જાણવા મળી શકે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!