મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક રામકો વિલેજ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક તસ્કરને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધો છે.
મોરબીના ઘુંટુ ગામેં રામકો વિલેજ પાસેથી સ્પ્લેન્ડર મોટર સાયકલ GJ-24-AR-5616 ચોરી કરી સગેવગે કરવા જવાની પેરવી કરી એક શખ્સ મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસે રામકો વિલેજ પાસેથી નીકળનાર છે. તેવી પોલીસને ચોકકસ બાતમી મળતા આ જગ્યાએ પોલિસ દ્વારા પેટ્રોલિંગ કરી તપાસ કરતા આરોપી જનક હસમુખભાઈ પરમાર મોટર સાયકલ લઇ નીકળ્યો હતો. પોલીસે આ શખ્સને અટકાવી પુછપરછ કરતા મોટર સાયકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આરોપીને દબોચી લઈ ચોરાઉ સ્પેન્ડર બાઇક GJ-24-AR-5616 કિં.રૂ.૨૫,૦૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપી સામે આગળનીં કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નગીનદાસ નિમાવત, સુરેશભાઇ હુંબલ, હરેશાભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઈ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, રવિરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.