કોરોના મહામારી હોઈ કે તહેવારોની સિઝન હોય મોરબી પોલીસ હંમેશા લોકોની સુરક્ષા અને કાયદો જાળવણી માટે સતત ખડેપગે રહી પ્રયત્નશીલ હોઈ છે ત્યારે પોલીસ જવાનો અને તેના પરિવારજનોને મનોરંજન પુરૂ પડે અને પોલીસ જવાનો માનસિક રીતે સ્વસ્થ થાય તે હેતુથી મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ નેક્સસ સિનેમા ગૃહ ખાતે પોલીસ પરિવાર માટે સૂર્યવંશી ફીલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોરબી એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારી અને કર્મચારીઓએ હાજર રહી શો નિહાળ્યો હતો.
પોલીસની સેવાને બિરદાવવા અને તેઓનું મોરલ ઊંચું લાવવા હિન્દી ફિલ્મી જગતમાં સિંઘમ, દબંગ સહિતની અનેક ફિલ્મએ મહત્વનું યોગદાન આપ્યું છે. તેવા સંજોગો વચ્ચે તાજેતરમાં જ રોહિત શેટ્ટી દ્વારા સૂર્યવંશી ફિલ્મ બનાવવામાં આવેલ છે. વિદેશી તાકતો સામે પોલીસની સરાહનીય કામગીરી દર્શાવતી ફિલ્મ સુર્યવંશી થોડા સમય પહેલાં રીલીઝ કરવામાં આવી છે.
સૂર્યવંશી ફિલ્મ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ નેક્સસ સિનેમા ગૃહમાં લગાવાઈ હોવાથી પોલીસનું મોરલ ઉંચું આવે અને પોલીસની કામગીરીને લગતી માહિતી મનોરંજન સાથે મળે તે હેતુથી મોરબીના પોલીસ પરિવાર માટે ખાસ શો રાખવામા આવ્યો હતો. જેમાં મોરબીના એસપી એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઇ, પીએસઆઇ અને સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ફિલ્મમાં પોલીસ વિભાગ દ્વારા કઈ રીતે ગુનાખોરીને ડામવા માટે કામગીરી કરવાની છે તેમાં રહેલા શારા નરશા પાશા દર્શાવવામાં આવ્યા હતા. પોલીસ પરિવારના સભ્યોએ આ ફિલ્મ નિહાળી આંનદ વ્યક્ત કર્યો હતો.