Wednesday, December 6, 2023
HomeGujaratઅખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ...

અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ ગઢવીનું અભિવાદન કરાયું

ચારણ સમાજનુ રાજકિયક્ષેત્રનું ગૌરવ યુવા એડવોકેટ રામભાઈ ગઢવી (કચ્છ)ની મોરબી જીલ્લા ભાજપના પ્રભારી તરીકે નિમણુંક થતાં ઠેર-ઠેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે તા.27ના રોજ રામભાઈ ગઢવી મોરબી જીલ્લાના પ્રવાસે આવ્યા પધાર્યા હતા. જે અંતર્ગત ખાસ સમય ફાળવી મોરબી ચારણ ગઢવી સમાજના સંગઠન ABCGMY મોરબી જીલ્લા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઈપોતાની સમાજ ભાવના વ્યકત કરી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ તકે ABCGMY મોરબી પરીવાર દ્વારા રામભાઈ ગઢવીનું ઉષ્માભર્યું ઉમળકાભેર સ્વાગત કરતા મોરબી ABCGMYના માર્ગદર્શન, જાણીતા રાજકિય આગેવાન પ્રભાતદાન મિશણ, મોરબી તાલુકા અધ્યક્ષ અને ઉદ્યોગપતિ દિનેશભા ગુઢડા, મોરબી જીલ્લા અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી, મિડિયા પ્રભારી મેહુલભા ગઢવી, આઇ.ટી. પ્રભારી વિજયભા રતન, ક્ષત્રિય આગેવાન જયદિપસિંહ ઝાલા, યુવરાજ ગઢવી વગેરેએ રામભાઈ ગઢવીનું ABCGMY મોરબી વતી શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા રાજકિયક્ષેત્રે પ્રગતિ માટે વિશેષ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!