ક્રિકેટની સિઝન શરૂ થતાની સાથે સટ્ટા બાજો ચોમાસાના દેડકાની જેમ બહાર આવે છે. સટોડિયાઓ પોતાની જિંદગી તો બરબાદ કરે છે પણ તેની સાથે સાથે પોતાના પરિવાર માટે પણ નર્કના દ્વાર ખોલી નાખે છે. ત્યારે સમાજમાં ચાલતા આવા દૂષણને નાથવા મોરબી પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે જેના અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઇદમસ્જીદ રોડ આવેલ મદીના પેલેસ પાસે થી જીસાન ઇબ્રાહીમ ચાનીયા મોબાઈલમાં લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી મુબંઇ (MI) તથા રાજસ્થાન (RR) ની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો રંગે હાથ ઝડપાયો હતો. તો તેની સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમાતો સટ્ટા બાજ અલ્તાફ અલીમામદ ચાનીયાનું પણ નામ ખૂલ્યું છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને શખ્સો વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી રેડ દરમિયાન રોકડા રૂ.૨૨૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૮૦૦૦ મળી કુલ રૂ.૧૦,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે જીસાન ઇબ્રાહીમ ચાનીયાની અટકાયત કરી છે તો અલ્તાફ અલીમામદ ચાનીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.