Wednesday, April 24, 2024
HomeGujaratહળવદના માથક ગામે ટ્રક પર લોડ કરતી વેળાએ હિટાચી નીચે ખાબકતા ચાલકનું...

હળવદના માથક ગામે ટ્રક પર લોડ કરતી વેળાએ હિટાચી નીચે ખાબકતા ચાલકનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામે ખુમાનસિંહ રાજપુતની વાડીએ હિટાચી મશીન ટ્રક પર ચળાવતી વેળાએ અચાનક હિટાચી મશીન પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતમાં ઝારખંડ રાજ્યમાં તિલૈયા ડેમ હઝારીબાગના સુનિલકુમાર ઇન્દ્રદેવ સિંહ રાજપુતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર ફરીયાદી કરમણ ધારા ખરગીયાનું હિટાચી મશીન જેના રજી નં. GJ-19-M-1680 ના ઓપરેટર પોતાની જાતે ટ્રકની ઉપર હિટાચી મશીન ચડાવતી વખતે બેદારકારી પૂર્વક રીતે મશીન ચલાવી હિટાચી મશીનને નીચે પાડી દઇ હિટાચી મશીનના કેબીનને નુકસાન કર્યું હતું. અકસ્માતમાં ઝારખંડ રાજ્યમાં તિલૈયા ડેમ હઝારીબાગના સુનિલકુમાર ઇન્દ્રદેવ સિંહ રાજપુતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!