Friday, April 19, 2024
HomeGujaratહળવદમાં પુરપાટ ઝડપે જતી રિક્ષાએ એકદમથી વણાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો...

હળવદમાં પુરપાટ ઝડપે જતી રિક્ષાએ એકદમથી વણાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો : એક ઈજાગ્રસ્ત

હળવદમાં વધુ એક રીક્ષા ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના બનાવ પામી છે. જેમાં પુરપાટ ઝડપે જતી રિક્ષાએ એકદમથી વણાંક લેતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે,

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં મહાદેવનગર ખાતે રહેતા કલ્પેશભાઇ દશરથભાઇ મલવણીયા નામના યુવક ગઈકાલે હળવદ રાજોધરજી હાઇસ્કુલ સામેથી પોતાની GJ-36-M-2588 નંબરની મોટરસાઇકલ લઈ જતા હતા. ત્યારે GJ-13-AV-3009 નંબરની સી.એન.જી રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે ચલાવી કદમ વાળી લેતા ફરિયાદી કલ્પેશભાઇને જમણી સાઇડમા ભટકાડી ફરિયાદીને મોટર સાઇકલ સહીત પાડી દઈ જમણા પગમા ઢિંચણથી નીચે ફેક્ચર જેવી ગંભીર ઇજા કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી અકસ્માત સર્જી પોતાની સી.એન.જી રીક્ષા લઈ સ્થળ પરથી ફરાર થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!