મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મજયંતિ નિમિતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નું સ્થાપન ભારતીય આર્મીના નિવૃત્ત જવાનો ના હસ્તે સવારે 08:00 કલાકે કરવામાં આવેલ હતું અને ગામ ના વડીલોના હસ્તે આર્મી ના જવાનોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શુભ દિન નિમિતે જવાનો, તથા સમસ્ત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દેશ ની આન, બાન અને શાન સમી ભારતીય આર્મીના નિવૃત્ત જવાનો ગામનાં યુવાનોનો આભાર વ્યક્ત કરતા જણાવે છેકે આવા પ્રસંગે આર્મી ને યાદ કરી સાચા અર્થમાં દેશ ના તમામ જવાનોનું સન્માન થયા બરાબર છે, સાથે વધું મા વધું યુવાનો આર્મી મા જોડાય તેવું આવ્હાન કર્યું હતું.
ગામનાં યુવાનો સમસ્ત ગ્રામજનો નો આભાર વ્યક્ત કરતા જણાવે છેકે આ પ્રતિમા અનાવરણ નો મુખ્ય ઉદ્દેશ આવનારી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટે કરેલ કર્યો, દેશની એકતા અને અખંડતા, તથા તેમનું સાદગીભર્યું જીવનની પ્રેરણા પૂરી પાડશે.ભારતીય આર્મી ના નિવૃત્ત જવાનો ના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવું તે હરબટીયાળિ ગામ તથા સમસ્ત સમાજ ને ગૌરવવંતું બનાવે છે.