Saturday, April 27, 2024
HomeGujaratમોરબીનાં મચ્છીપીઠ વિસ્તારમાં કાકા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ભત્રીજા ઉપર એક...

મોરબીનાં મચ્છીપીઠ વિસ્તારમાં કાકા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી ભત્રીજા ઉપર એક શખ્સે કર્યો છરીથી હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળ આવેલ રણછોડ નગર પાસે રહેતા શહેઝાદભાઈ અનવરભાઈ બુખારી (ઉ.વ.30) નામના યુવાને આરોપી ઇમરાન ઉર્ફે ચકલી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરિયાદી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં હતા તે સમયે આરોપીએ ફરિયાદીના કાકા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!