ભાવનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર દ્વારા બોટાદ જીલ્લાના તમામ થાણા અધિકારીઓને ગુમ તથા અપહરણ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે અસરકારક પ્રયત્નો કરવા સૂચના કરેલ હોય જે અંગેની કામગીરી કરતા દરમિયાન પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારને વિભાગીય પોલીસ અધિકારીશ્રીની ટીમ દ્વારા શોધી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની ગુમ તથા અપહરણ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા માટે અસરકારક પ્રયત્નો કરવા સૂચના બાદ બોટાદ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલના માર્ગદર્શન અને સુચના મુજબ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાજકુમારી રાજુભાઇ ગોવિંદભાઇ મોરૈયા (રહે.સરવા ગામ, બસ સ્ટેન્ડ પાછળ તા.જી.બોટાદ મુળ રહેવંશપુરા તા.રોમ જી.ભીડ (મધ્યપ્રદેશ)) ગમ થયા અંગેની જાણવા જોગને આધારે વિભાગીય પોલીસ અધિકારીની કચેરી બોટાદ ખાતે ફરજ બજાવતા રીડર પી.એસ.આઇ. એ એમ રાવલને ખાનગી રાહે બાતમી મળતા ગુમ થનાર પોતે ખેડા જીલ્લાના ગામ બરોડા (વારસંગ) તા માતર ખાતેથી મળી આવેલ છે. જેઓને પોલીસે શોધી પરિવાર સાથે મિલન કરાવેલ છે.