Thursday, November 28, 2024
HomeGujaratહળવદ મહાકાળી આશ્રમમાંથી સાતેક દિવસ અગાઉ દાનપેટી ઉઠાવી જનાર ચોર ઝડપાયો

હળવદ મહાકાળી આશ્રમમાંથી સાતેક દિવસ અગાઉ દાનપેટી ઉઠાવી જનાર ચોર ઝડપાયો

હળવદ પંથકમાં સાતેક દિવસ અગાઉ મહાકાળી આશ્રમ ખાતે થયેલ દાનપેટીની ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબીની ટીમને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

પોલીસે બાતમી આધારે દોડી જઇ હળવદના ચરાડવા ખાતે આવેલ કે.ટી.મીલ પાસેથી એક શંકાસ્પદ શખ્સની પૂછપરછ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન આરોપી ભરતભાઇ પ્રભુભાઇ આકવીયા (ઉવ .૪૧, રહે.રામપરા, નવાપરા વિસ્તાર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર)એ અગાઉ પણ આઠ થી દશ વખત અલગ અલગ સમયે ચરાડવા, મહાકાળી આશ્રમ ખાતેથી ચોરી કરી હોય અને વધુ પૈસાની જરૂરત ઉભી થતા રાતના સમયે આશ્રમમાં ઘુસી આશ્રમના મંદિરની દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે હળવદ પો.સ્ટે . “એ” પાર્ટ ગુ.ર.નં. ૦૦૩૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ મુજબ નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી વધુ કાર્યવાહી અર્થે આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી ભરતભાઇ પ્રભુભાઇ આકવીયા અગાઉ પણ અનેક વખત આશ્રમ ખાતે દર્શન કરવા આવી દાનમાં આવેલ રકમ પૈકી અમુક રકમની ચોરી કરી જતો હતો પરંતુ હાલ દાનપેટી જુના જેવી આસાનીથી તુટી જાય તેવી હોવાથી રાત્રીના સમયે આશ્રમમાં પ્રવેશ કરી દાનપેટી ઉઠાવી ગયો હોવાનું ખુલ્યું હતું.

આ કામગીરી દરમિયાન ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ડાભી, પીએસઆઇ એ.ડી.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંન્દ્રકાંતભાઇ વામજા , જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, ફુલીબેન તરાર, એએસાઈ પોલાભાઇ ખાંભરા, સંજયભાઇ પટેલ , રજનીકાંત કૈલા, કૌશીકભાઇ મારવણીયા તથા કોન્સ્ટેબલ ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કાસુંદ્રાવિક્રમભાઇ ફુગસીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!