Thursday, June 8, 2023
HomeGujaratમોરબીના લોકસેવક સ્વ. ગોકળદાસભાઈની પુણ્યતિથિ નિમિતે આવતીકાલે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબીના લોકસેવક સ્વ. ગોકળદાસભાઈની પુણ્યતિથિ નિમિતે આવતીકાલે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઈ પરમારની પ્રથમ પૂણ્ય તિથી નિમિતે ‘ ગાંધીબાગનું પુષ્પ, ગોકળદાસભાઈ પરમાર ‘ સ્મૃતિગ્રંથનું વિમોચન અને , સ્વ. ગોકળદાસભાઈ પરમારના સ્ટેચ્યુનું અનાવરણ વિધિ તેમજ આર્ટ ગેલેરી સહિતના ત્રિવિધ પ્રસંગના આનુસાંગિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તા. ૨૮ને ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યે મોરબીના વિશિપરા ખાતે આવેલ ખાદી કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાશે જેમાં અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાન સભા – ગાંધીનગરના અધ્યક્ષ ડો. નિમાબહેન આચાર્ય રહેશે. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, કબીરધામ મોરબીના મહંતશ્રી શિવરામદાસસાહેબ સહિતના અનેક સામાજિક, રાજકીય આગેવાનો હાજરી આપશે.

- Advertisement -

જેમાં પધારવા મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ દેવકરણભાઈ કરમશીભાઈ કંઝારિયાએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!