હળવદ શહેરને આંગણે સનાતન હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા પરિવારમાં ઉજાગર રહે સાથોસાથ સર્વ ધર્મ સમન્વયની ઉદાત્ત ભાવનાઓ નવી પેઢીમાં ઉજાગર બની રહે તેવા ઉમદા ભાવ સાથે ત્રીરાત્રીય સત્સંગ સમારોહનું પ. પૂ. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિનંદન સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
હળવદ શહેરને આંગણે આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આગામી 6- 7 અને 8 માર્ચ દરમિયાન યોજાશે જેના ભાગરૂપે હળવદમાં સર્વ જ્ઞાતિના આગેવાનોની તેમજ સામાજિક સેવાભાવી સંગઠનોની જનરલ મીટીંગ યોજાશે. ટાવરવાળા જુના શ્રી સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ ચોક મેઇન બજાર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે હળવદ શહેરના તમામ જ્ઞાતિશ્રેષ્ઠીશ્રીઓ સમાજ શ્રેષ્ઠીશ્રીઓ તેમજ તમામ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પણ અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.