Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી દેશી-વિદેશી દારૂનું વેચાણ કરે છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ગઈકાલે ભાયાતી જાંબુડીયા ગામની બોડીયાની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પાડી એક ઈસમને દબોચી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ભાયાતી જાંબુડીયા ગામની બોડીયાની સીમમાં આવેલ મહાવીરસિંહ ઘનુભા ઝાલાની વાડીના શેઢે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ૫૦ લીટર ગરમ આથો, ૪૦૦ લીટર ઠંડો આથો, ર૦ લીટર ગરમ દેશી દારૂ, પ૦ લીટર ઠંડો દેશી દારૂ તથા રૂ.ર૩પ૦/-ની કિંમતની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૪૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી દેવકરણ ધીરૂભાઇ સાબરીયા (રહે.ભાયાતી જાંબુડીયા તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને પકડી પાડ્યો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!