Saturday, July 27, 2024
HomeGujaratમાળીયા(મી)માં તળાવના કાંઠે છુપાડેલ વિદેશી દારૂ તથા બિયરનાં મુદ્દામાલ સાથે એક ઝડપાયો

માળીયા(મી)માં તળાવના કાંઠે છુપાડેલ વિદેશી દારૂ તથા બિયરનાં મુદ્દામાલ સાથે એક ઝડપાયો

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. તેમ છતાં રોજ-બરોજ વિદેશી દારૂ ઝડપાવા અંગેના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે વધુ એક વિદેશી દારૂ ઝડપાયા અંગેનો કિસ્સો માળીયા મી. ખાતેથી સામે આવ્યો છે. જેમાં આરોપીએ વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂ તથા બિયારનો મોટો જથ્થો પોતાના રહેણાંક મકાન પાસે આવેલ તળાવના કાંઠે છુપાડેલ હોય જે મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, માળીયા મીં. સરકારી હોસ્પીટલ પાસે હુસેનશાપીરની દરગાહ પાછળ રહેતા સલીમભાઈ દિલાવરભાઈ જેડા નામના યુવકે મકાન પાસેના તળાવના કાંઠે વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે મંગાવી સાંતળી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી મેકડોવેલ્સ નં-૧ ક્લેકશન વ્હીસ્કીની કુલ રૂ.૧૩,૧૨૫/-ની કિંમતની ૩૫ બોટલો તથા કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયરના ૧૦ ટીનના રૂ.૧૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ.૧૪,૧૨૫/- નો મુદામાલ કબ્જે કરી સલીમભાઈ દિલાવરભાઈ જેડાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!