Friday, April 26, 2024
HomeGujaratમોરબીના વેજીટેબલ રોડ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીના વેજીટેબલ રોડ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ આદર્શ સોસા.ની સામે મચ્છુ નદીના કાંઠે બાવળની કાટમા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક શખ્સ હાજર ન મળતા પોલીસે તપાસ લંબાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસની રેઇડ દરમિયાન વેજીટેબલ રોડ પર આવેલ સરકારી ખરાબાની જગ્યામા ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાંથી ૯૦૦ લીટર આથો, ૧૦૦ લીટર દેશી દારૂ, તથા ગેસના બાટલો, ચુલો, પતરાના બે બેરલ સહિત કિ.રૂ. ૬૨૦૦નો મુદામાલ ઝડપાયો હતો જે પ્રકરણમાં સંડોવાયેલ આરોપી રમજાનભાઇ મહમદભાઇ મંસુરી અને ભરતભાઇ વાલાભાઇ સાલાણીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા જ્યારે આરોપી જેશીંગભાઇ ઉર્ફે હનુમાન હરખાભાઇ અગેચણીયા દારૂ વેંચવા ગયો હોવાથી હાજર મળ્યો ન હતો આથી પોલીસે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!