મોરબીમાં પેટા ચૂંટણી માટે આજદિન સુધીમાં 174 ફોર્મ ઉપડ્યા હતા જેમાં 22 ઉમેદવારો ફોર્મ જમા કરાવ્યાં હતા.
મોરબીમાં આજે વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જેમાં આજસુધીમાં કુલ 174 ફોર્મ ઉપડ્યા હતા જેની સામે 22 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં ભાજપના બ્રિજેશ મેરજા એ ચાર ફોર્મ અને કોંગ્રેસના જયંતીભાઈ એ બે ફોર્મ અને અપક્ષ દ્વારા બે ફોર્મ મળી કુલ 27 ફોર્મ આપ્યા હતા જેમાંથી 22 ફોર્મ મંજૂર અધિકારી દ્વારા કરાયા હતા જેમાં પરમાર વસંતલાલ દામજી,સીરાજ અમીરઅલી પોપટીયા,સુમરા નિયામતબેન હનીફભાઈ,રણસરિયા પંકજ કાંતિલાલ, મેરજા બ્રિજેશભાઈ અમરશીભાઈ (ભાજપ), ડાભી ગણેશભાઈ નાનજીભાઈ (ડમી ભાજપ) ,જયંતીલાલ જેરાજભાઈ પટેલ (કોંગ્રેસ),જાદવ ગિરીશ ગોવિંદભાઇ, ભટ્ટી હુસેનભાઈ ભચુભાઈ,કાસમ હજીભાઈ સુમરા,મીરાણી વિવેક જયંતીલાલ,ચનાણી મુસભાઈ અભરામભાઈ,નિઝમભાઈ ગફુરભાઈ મોવર,મકવાણા પરસોત્તમભાઈ વળજીભાઈ, ભીમાણી જ્યોત્સનાબેન સાવજીભાઈ, અઘારા નયનકુમાર લાલજીભાઈ (ડમી કોંગ્રેસ),બ્લોચ ઇસ્માઇલ યારમહમદભાઈ,ગોગરા દીપકભાઈ ગાંડુંભાઈ, પરમાર વિપુલ જેરામભાઈ,આરીફખાન મહમંદહુસેન ખોરામ, જેડા અબ્દુલભાઇ હાજીભાઈ,ખાંભરા મેરામભાઈ બીજલભાઈના ફોર્મ મંજુર થયા છે.