મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે આજે આશરે ૪૦ ફોર્મ ઉપડ્યા હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે અત્યારસુધીમાં મોરબી બેઠક પર ૭૫ ,ટંકારા બેઠક પર ૩૦ અને વાંકાનેર બેઠક પર ૭૬ મળી કુલ ૧૮૧ ફોર્મ ઉપડયા છે.
મળતી માહિતી અનુસાર, આજના દિવસે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર કુલ ૪૦ ફોર્મ ઉપડયા છે. જેમાં આજે મોરબી માળીયા બેઠકમાં ૧૮ ફોર્મ જ્યારે વાંકાનેર બેઠકમાં ૧૪ ફોર્મ ઉપડયા છે. તેમજ ટંકારા બેઠક પર ૦૮ ફોર્મ ઉપડયા છે. જ્યારે અત્યાર સુધીમાં મોરબી બેઠક પર ૭૫ ,ટંકારા બેઠક પર ૩૦ અને વાંકાનેર બેઠક પર ૭૬ મળી કુલ ૧૮૧ ફોર્મ ઉપડયા છે. અને અત્યાર સુધીમાં ચૂંટણી અધિકારી પાસે મોરબી બેઠકના ૦૨ ફોર્મ અને વાંકાનેર બેઠકના ૦૨ ફોર્મ મળી કુલ ચાર ફોર્મ રજૂ થયા છે.









