Friday, May 17, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના કુલ ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા

મોરબી જીલ્લામાં અપમૃત્યુના કુલ ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા

મોરબી જીલ્લામાં ગઈકાલ એક જ દિવસમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં એક વૃદ્ધ સહીત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યના બનાવની મળતી મહી અનુસાર મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક સેગા સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા રહેતા મૂળ ટંકારાના વાઘગઢ ગામના વતની શની અરવિંદભાઇ પાટડીયા ઉવ.૨૧ને પથરીનો દુખાવો હોય જેથી દુખાવાથી કંટાળી મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ગઇ તા.૦૯/૦૩ના રાતના આશરે સાડા અગીયારેક વાગ્યાની આસપાસ સેગા સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા કોઇ ઝેરી જંતુનાશક દવા પી જતા ઝેરી દવાની અસર થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલમાં ત્યાથી મોરબી સીવીલ હોસ્પીટલ અને બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન ગઇ તા-૦૬/૦૪ના રોજ મરણ જતા મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તાપસ ચલાવી છે.

જયારે અપમૃત્યુના નોંધાયેલ બીજા બનાવની મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના ધુનડા(સ) ગામે રહેતા મનસુખ રૂપાભાઇ પાટળીયા ઉવ-૬૬ એ પોતાની વાડીએ તા-૦૮/૦૪ ના સવારના અગીયારેક વાગ્યે કોઇ અજાણ્યો પદાર્થ પી જતા બેભાન થતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મનસુખભાઈને જોઇ તપાસી મરણ ગયેલનુ જાહેર કરતા ટંકારા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસની તજવીજ ચલાવી છે.

જયારે ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગત અનુસાર હળવદ ટાઉનમાં મોરબી ચોકડી પાસે સાઈન કોટ્સ્પીન પ્રા.લી. ના કારખાનામાં કપાસની ગાસડીઓની થપ્પી મારવાનું મજુરીકામ કરતા કેવલભાઇ દશરથભાઇ રાવળ ઉવ.૩૦ રહે.પ્લોટ નં.૫૭ મકાન નં.૦૩ સિધ્ધીવિનાયક સોસાયટી હળવદ, જે દરરોજના નિત્યક્રમ મુજબ કપાસની ગાંસડીઓની થપ્પી મારતા હોય ત્યારે અકસ્માતે કપાસની ગાસડીઓ કેવલભાઈની માથે પડતા ગાંસડી નીચે દબાઈ જતા માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા મરણ જતા હળવદ પોલીસે બનાવ અંગેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!