મોરબી તાલુકાના લખધીર નગર ગામે યુવકે ગળાફાંસો ખાઇ અને હળવદના યુવકને કામ બાબતે પિતા અને પત્ની એ ઠપકો આપતા લાગી આવતા અને હળવદમાં વોશિંગ પ્લાન્ટમાં માલિક એ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે.
પ્રથમ બનાવની માહિતી અનુસાર મોરબી તાલુકાના લખધીરનગર નવાગામ ખાતે રહેતા ૨૨ વર્ષીય રાહુલભાઇ જયંતિભાઇ દારોદરાએ કોઈપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મરણ જતા તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલમાં તેનો ભાઇ સુનિલભાઇ લાવેલ અંગેની જાહેરાત કરતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસની તજવીજ હાથ ધરી છે.
બીજા બનાવમાં હળવદ તાલુકાના નવા કડીયાણા ગામે રહેતા નરેશભાઇ નાગરભાઇ પારધી (ઉવ.૩૫)કોઇ કામધંધો કરતો ન હોય અને તેના ઘરેથી પૈસા લઇ જઇ વેડફતો હોય જેથી તેની પત્નીએ પૈસા આપવાની ના પાડી હતી, ત્યારે યુવક આ બાબતે તેના પિતા પાસે ગયો હતો અને જ્યાં તેના પિતાએ પણ આ બાબતે ઠપકો આપતા જે બાબતે નરેશભાઈને મનમાં લાગી આવતા પોતાના ઘરમાં જઇ ગળેફાંસો ખાઈ લેતા તેને હોસ્પિટલ લઇ જતા સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે તેને મરણ જાહેર કરતા હળવદ બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
ત્રીજા બનાવની મળતી માહિતી અનુસાર હળવદ ટાઉનના શ્રીજીનગર-૧, સાંદીપની હોસ્ટેલ પાછળ રહેતા પ્રેમજીભાઇ છગનભાઇ મોરી (ઉવ.૫૯)એ કોઈ અગમ્ય કારણોસર શ્રીજીનગર, સાંદીપની હોસ્ટેલની પાછળ આવેલ શ્રીજી વોશીંગ પ્લાન્ટમાં લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતકની ડેડબોડી તેના પુત્ર દ્વારા હોસ્પિટલ લાવતા જ્યાં પીએમ સહિતની તબીબી કામગીરી પૂર્ણ થયે હળવદ પોલીસે બનાવની નોંધ કરી આત્મહત્યા કરવા પાછળના કારણો જાણવા તપાસની હાથ ધરી છે.