Saturday, May 18, 2024
HomeGujaratમોરબી પોલીસના બે દરોડામાં નોટ નંબર અને તીનપત્તીનો જુગાર રમતા કુલ ચાર...

મોરબી પોલીસના બે દરોડામાં નોટ નંબર અને તીનપત્તીનો જુગાર રમતા કુલ ચાર ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે જુદા જુદા બે સ્થળોએ જુગારના દરોડા પાડી નોટ નંબરનો જુગાર રમતા બે તથા તીનપત્તીનો જુગાર રમતા બે એમ કુલ ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે કુલ રોકડા ૧૯,૫૦૦/-જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ જુગારના દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ દાઉદી પ્લોટ શેરી નં.૧ માં આવેલ ડાયમંડ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તીનપત્તીનો જુગાર રમતા શાબુદીનભાઈ રહેમતુલાભાઈ સુરાણી ઉવ.૬૧ રહે.ડાયમંડ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૭૦૨ દાઉદી પ્લૉટ શેરી નં.૧ મોરબી, મોન્ટુભાઈ બહાદુરઅલી જીવાણી ઉવ.૩૫ રહે.દાઉદી પ્લોટ શેરી નં.૨ ના ખુણ્ણા પાસે મોરબીને રૂ.૭,૦૦૦/-ની રોકડ રકમ સાથે મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ આગળની ધોરણસરની કાર્યવાહી જાતઃ ધરી છે.

જયારે જુગારના બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કુવાડિયા પીરની દરગાહ પાસે પૈસાની હારજીતનો નસીબ આધારીત ચલણી નોટના નંબરનો જુગાર રમતા ઈમરાનભાઈ મુસાભાઈ ખુરૈશી ઉવ.૩૧ રહે. વીશીપરા કુલીનગર-૧ મોરબી, સોહીલભાઈ રસુલભાઈ સુમરા ઉવ.૨૨ રહે.વીશીપરા ચાર ગોડાઉન પાસે મોરબીને અલગ અલગ દરની ચલણી નોટ કિ.રૂ.૧૨,૫૦૦/-સાથે ઝડપી લેવામાં આવી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!