Monday, January 13, 2025
HomeGujaratમોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડી નાખતા મોત

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ટ્રક ચાલકે બાઇક ચાલકને કચડી નાખતા મોત

મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે વધુ એક શખ્સનો ભોગ લેવાયો છે. જેમાં મોરબીનાં નવા બસ સ્ટેન્ડ પાસે એક ટ્રક ચાલકે મોટર સાઇકલ ચાલકને પાછળથી આવી ઠોકર મારી પછાડી દીધો હતો. અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે આધેડનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ધુનડા રોડ શ્રીજી ટાવર બ્લોક નં ૨૦૨ માં રહેતા કીશોરભાઇ દેવરાજભાઇ ફેફર ગત તા.૨૩/૦૧/૨૦૨૩ ના રોજ સવારના સાડા છ વાગ્યાના અરસામા પોતાની જી.જે ૧૮ સી.ડી ૫૫૨૩ નંબરની હોન્ડા સાઇન મોટર સાયકલ લઈને ઘરે થી સરદાર બાગ શાક માર્કેટ જતા હતા. ત્યારે મોરબી નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલના પુતળા પાસે શનાળા રોડ ઉપરથી પસાર થતી વેળાએ પાછળથી આવતી જી.જે. ૨૫ ટી ૫૪૪૩ નંબરના ટ્રક ચાલકે પોતાની ગાડી બેદરકારી પુર્વક ચલાવી કીશોરભાઇ દેવરાજભાઇ ફેફરના સાઇન મોટર સાયકલને અથડાવી દઇ હતી. જેના કારણે કીશોરભાઇ રસ્તા ઉપર પડી ગયા હતા. અને ટ્રક ચાલકે તેમને ઢસડી પાડી દઇ પગના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરે તથા માથાના ભાગે મુંઢ ઇજા પહોચાડી મોત નીપજાવી ભાગી છૂટ્યો હતો. જેને લઈ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનની સહિતના ગુનાઓ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!